પ્રચાર સામગ્રી

ડાયાબેટિક રૅટિનોપૅથીની નજીકથી દેખરેખ અને સારવાર

અપડેટ થયેલ 27 July 2022

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) એ આ પત્રિકા NHS વતી બનાવી છે. આ માહિતીમાં, શબ્દ ‘અમે’ એટલે કે તપાસ પૂરી પાડતી NHS સેવા.


1. સર્વસામાન્ય નિરીક્ષણ

જે લોકોને નીચેની જરૂરતો હોવાને કારણે ડાયાબેટીક આઈ સ્ક્રીનિંગ દ્વારા રીફર કરવામાં આવ્યાં હોય તેમના માટે આ માહિતી છે:

  • દેખરેખ ક્લિનીકમાં વધારે નજીકથી દેખરેખ
  • વધુ તપાસ અથવા સારવાર માટેનું રીફરલ

ડાયાબેટીસ રેટીનોપથી સમય સાથે વધે છે. તે કેવી રીતે આગળ વધી શકે છે તે વિશે જો તમને વધારે માહિતી જોઈતી હોય:

તમે આ માહિતી વિશે તમારી આરોગ્ય સંભાળની ટુકડી સાથે ચર્ચા કરવા ઈચ્છો છો.

2. સર્વેલન્સ ક્લિનિકમાં નજીકથી દેખરેખ

રૅટિનાનો ડિજિટલ ફોટોગ્રાફ જે ડાયાબેટિક રૅટિનોપૅથીથી થયેલ નુક્સાનની નિશાનીઓ બતાવે છે

સર્વેલન્સ ક્લિનિકમાં અમારે તમારી આંખો પર ધ્યાનપૂર્વક દેખરેખ રાખવાની જરૂર છે, જો:

  • તમને ડાયાબેટિક રૅટિનોપૅથીનાં ચિહ્નો હોય જે આગળ વધી ગયાં હોય પણ હજુ તેના માટે સારવારની જરૂર ન પડી હોય (પ્રિ-પ્રોલિફરેટીવ રૅટિનોપૅથી) ‎* દ્રષ્ટિ-પર જોખમ ઊભું કરતી રૅટિનોપૅથી માટે તમે પહેલાં સફળતાપૂર્વક સારવાર કરાવેલ હોય ‎* તમને ડાયાબેટીક મૅક્યુલોપૅથી હોય પરંતુ હજુ સારવારની જરૂર ન પડી હોય ‎* તમે ગર્ભવતી હો - કારણ કે ગર્ભાવસ્થાને લીધે ડાયાબેટીક રૅટિનોપૅથી ઝડપથી વધવાનું જોખમ પણ વધે છે

તમારી આંખોનાં ફેરફારોનાં વિકાસ અને પ્રકારના આધારે 3,6,9 અથવા 12 મહિને દેખરેખ ક્લિનિકમાં નજીકથી દેખરેખ કરવામાં આવી શકે છે.

તમારા નેત્રપટલની છબીઓ સુધારાનાં લક્ષણો દર્શાવે, તો તમારે રાબેતા મુજબ વાર્ષિક તપાસ માટે ફરી આવવાનું રહેશે.

તમારા નેત્રપટલની છબીઓ ગંભીર ફેરફારો દર્શાવે તો, વધુ તપાસ અથવા સારવાર માટે હોસ્પીટલ આંખ સેવા ક્લિનિક પર તમને મોકલવામાં આવી શકે છે.

3. રીફરલ અને સારવાર

જો તમારી ડાયાબેટીક આંખ તપાસ સારવારમાં દ્રષ્ટિ-પર જોખમ ઊભું કરતાં ડાયાબેટીક રેટીનોપથીનાં લક્ષણો દેખાય, તો વધુ તપાસ અથવા સારવાર માટે હોસ્પીટલ આંખ સેવા ક્લિનિક પર તમને મોકલવાની અમારે આવશ્યકતા છે.

તેનો અર્થ છે કે તમારી દ્રષ્ટિ સાથે તમે લાંબા-ગાળાની સમસ્યાઓના જોખમ પર તમે હોઇ શકો છો કારણ કે તમારું ડાયાબિટીસ તમારા નેત્રપટલની નાની રક્તવાહિનીઓને અસર કરે છે.

એક આંખ નિષ્ણાંત, જેને ઓફ્થાલ્મોલોજીસ્ટ કહેવાય છે, તે તમારી આંખોનું પરીક્ષણ કરશે. તેઓ નિદાન કરશે અને કોઇ સંભવિત સારવારો જે તમને સહાયક થઇ શકે તેની સ્પષ્ટતા કરશે.

તમને ડીસ્ચાર્જ કરીને ડાયાબેટીક આંખ તપાસ કાર્યક્રમની સંભાળમાં પાછાં મોકલવામાં નહીં આવે ત્યાં સુધી તમે હોસ્પીટલની સંભાળ હેઠળ રહેશો.

4. સંભવિત સારવારો

4.1 લેઝર સારવાર (ફોટોકોગ્યુલેશન):

લેઝર સારવાર:

  • પ્રોલિફરેટીવ ડાયાબેટીક રૅટિનોપૅથી માટેની ખૂબ સામાન્ય સારવાર છે અને આ સ્થિતિ વહેલી પકડાઈ ગઈ હોય ય ત્યારે તે ખૂબ અસરકારક છે
  • ડાયાબિટીસને કારણે તમારી આંખમાં થતા ફેરફારો સ્થિર કરવાનું અને દ્રષ્ટિને વધુ નુક્નાસ થતું અટકાવવાનું લક્ષ્ય રાખે છે
  • ફેરફારોને નિયંત્રણમાં લાવવામાં આવે તે પહેલાં લેઝર ક્લિનિકની એક કરતાં વધુ મુલાકાતો લેવી પડે એવું બને
  • નેત્રપટલ પર નાનાં નાનાં ટપકાંમાં પ્રકાશનાં તીવ્ર કિરણપુંજ કેન્દ્રીત કરવામાં આવે છે
  • જેમને પ્રોલિફરેટીવ રૅટીનોપૅથી અથવા મૅક્યુલોપૅથી હોય તેવા લોકોમાં દ્રષ્ટિને ગંભીર નુક્સાનનું જોખમ આવશ્યક રીતે ઘટાડી શકે છે

4.2 VEG F પ્રતિરોધકો

વેસ્ક્યુલર એન્ડોથેલીયલ ગ્રોથ ફેક્ટર (VEG F) પ્રતિરોધક દવાઓનાં ઈન્જેક્શનો ડાયાબેટીક મેક્યુલર ઓડેમાનું નિદાન થયેલ અમુક દર્દીઓમાં દ્રષ્ટિ હાનિનું જોખમ ઘટાડી શકે છે. ડાયાબિટીસના કારણે મેક્યુલાની નીચે અથવા તેના પર પ્રવાહી ભરાવો થાય ત્યારે આ સ્થિતિ થાય છે – એટલે કે નેત્રપટલનો કેન્દ્રીય ભાગ જેનો તમે વસ્તુઓ સ્પષ્ટ રીતે જોવા માટે ઉપયોગ કરો છો.

VEG F પ્રતિરોધકો મેક્યુલર ઓડેમાની અંદર પ્રવાહી ભરાવો અટકાવવામાં સહાયક થઇ શકે છે.

5. દેખરેખ માટેની કે હોસ્પિટલની અપોઈન્ટમેન્ટની તૈયારી કરવી

તમારે આમ કરવું જોઇએ:

  • તમારી સાથે તમારા હાલના પહેરવાના ચશ્મા લેતાં આવો
  • તમે લેતાં હો તે દવાની સૂચિ સાથે લેતાં આવો
  • તમારી મુલાકાત બાદ 4થી 6 કલાક માટે ગાડી ન ચલાવવી, કારણ કે તમને આંખના ટીપાં નાખવામાં આવ્યાં હોય તો દ્રષ્ટિ ધૂંધળી થઇ શકે છે ઘરે જતી વખતે પહેરવા માટે સનગ્લાસીસ લેતાં આવો, કારણ કે તમારી અપોઈન્ટમેન્ટ બાદ તમારી આંખો તીવ્ર પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ થઇ શકે છે

6. તમે કેવી રીતે મદદ કરી શકો

તમારે આમ કરવું જોઇએ:

  • તમારી અપોઈન્ટમેન્ટોમાં હાજર રહેવાનું ચાલુ રાખો ‎* તમારી આરોગ્ય સંભાળની ટુકડી સાથે નક્કી કરેલા સ્તરે તમારા લોહીમાં સાકરનું પ્રમાણ (HbA1c) જાળવી રાખો
  • તમારા બ્લડ પ્રેશરમાં વધારો થયો નથી તેની તપાસ માટે નિયમિત રીતે તમારી આરોગ્ય સંભાળ ટુકડીને મળો
  • તમારી આરોગ્ય સંભાળની ટુકડી સાથે નક્કી કરેલા સ્તરે લોહીમાં ચરબીનાં સ્તરો (કોલેસ્ટરોલ) જાળવી રાખો
  • તમારી દ્રષ્ટિ અંગે કોઇ નવી તકલીફો જો તમને જણાય તો વ્યાવસાયિક સલાહ મેળવો ‎* આરોગ્યપ્રદ, સંતુલિત આહાર લો
  • જો તમારું વજન વધારે પડતું હોય તો વજન ઘટાડો
  • તમને લખી આપવામાં આવ્યા મુજબ તમારી દવા લો ‎* નિયમિત કસરત કરો
  • જો તમે ધુમ્રપાન કરતાં હો તો તેમાં ઘટાડો કરો અથવા બંધ કરો

યાદ રાખો, તમારા સામાન્ય આંખ પરીક્ષણ માટે આંખ નિષ્ણાતની મુલાકાત લેવાનું તમારે ચાલુ રાખવું જોઇએ અને તમારી ડાયાબેટીક આંખ તપાસ મુલાકાત પર પણ હાજર રહો.

7. વધુ માહિતી

વધુ માહિતી તમને અહીંથી મળી શકશે:

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ તેમજ NHS તમારી તપાસ વિશેની માહિતી કેવી રીતે વાપરે અને તેનું રક્ષણ કરે છે તેની જાણકારી મેળવો.

તપાસ કરવાવવાનો ઈનકાર કેવી રીતે કરવો તે વિશે જાણકારી મેળવો.