માર્ગદર્શન

ઘરેલું દુર્વ્યવહાર: મદદ કેવી રીતે મેળવવી

જો તમે અથવા તમે જાણો છો તે ઘરેલું દુર્વ્યવહારનો ભોગ બને તો મદદ કેવી રીતે મેળવવી તે જાણો.

જો તમને તાત્કાલિક જોખમ હોય તો 999 પર કોલ કરો અને પોલીસ માટે પૂછો. જો તમે બોલી શકતા નથી અને તમે મોબાઇલ ઉપરથી કોલ કરી રહ્યા હો તો તમારો કોલ પોલીસને ટ્રાન્સફર કરવા માટે 55 દબાવો. જાણકારી મેળવો કે જ્યારે તમે બોલી શકતા નથી ત્યારે પોલીસને કેવી રીતે બોલાવવી.

મફત, ખાનગી સલાહ માટે, દિવસમાં 24 કલાક ઘરેલું દુર્વ્યવહાર હેલ્પલાઇનનો સંપર્ક કરો.

જો તમારે ઘરેલું દુર્વ્યવહારથી બચવા માટે તમારું ઘર છોડવાની જરૂર હોય તો ઘરમાં એકલતા જાળવવાની સૂચનાઓ લાગુ પડતી નથી.

અનુવાદિત માર્ગદર્શન

જો અંગ્રેજી તમારી માતૃ ભાષા ન હોય, તો માહિતી ઘણી ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવી છે તેમજ સરળ વાંચન આવૃત્તિ પણ છે. વિમેન્સ એઇડમાં પણ ઘરેલું દુર્વ્યવહાર અને કોરોનાવાયરસ પર માર્ગદર્શન દસ્તાવેજોપીડિતો, પરિવાર અને મિત્રો અને અસરગ્રસ્તોના સમુદાયના સભ્યો માટે સંખ્યાબંધ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

જો તમે બહેરા હોવ, તો તમે બ્રિટિશ સાઇન લેંગ્વેજ વિડિઓ એક્સેસ કરી શકો છો તે સમજાવે છે કે જો તમે અથવા તમે જાણો છો તે ઘરેલું દુર્વ્યવહારનો ભોગ બને તો કેવી રીતે મદદ મેળવવી.

ઘરેલું દુર્વ્યવહારને ઓળખો

શું તમે તમારા જીવનસાથી, ભૂતપૂર્વ ભાગીદાર અથવા જેની સાથે રહો છો:

  • તમારા પરિવાર અને મિત્રો સાથેના સંબંધો કાપી નાંખે છે અને ઇરાદાપૂર્વક તમને અલગ કરે છે?
  • તમારી સાથે ગુંડાગીરી કરે છે, ધમકી આપે છે, અથવા તમને નિયંત્રિત કરે છે?
  • તમારા નાણાં પર નિયંત્રણ કરે છે?
  • તમારા ટેકનોલોજીનાના ઉપયોગનું નિરીક્ષણ કરે છે અથવા મર્યાદિત કરે છે?
  • શારીરિક અને/અથવા જાતીય દુર્વ્યવહાર?

ઘરેલું દુર્વ્યવહાર હંમેશાં શારીરિક હિંસા નથી હોતું. તેમાં આ પણ શામેલ છે:

  • બળજબરીપૂર્વક નિયંત્રણ અને ‘ગેસલાઇટિંગ - એક પ્રકારનો ભાવનાત્મક દુર્વ્યવહાર’
  • આર્થિક દુર્વ્યવહાર
  • ઓનલાઇન દુર્વ્યવહાર
  • ધમકીઓ અને ધાકધમકી
  • ભાવનાત્મક દુર્વ્યવહાર
  • જાતીય દુર્વ્યવહાર

લિંગ, ઉંમર, વંશીયતા, ધર્મ, સામાજિક-આર્થિક સ્થિતિ, જાતીયતા અથવા પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના કોઈ પણ વ્યક્તિ ઘરેલું દુર્વ્યવહારનો ભોગ બની શકે છે.

જો તમે માનો છો કે તમે ઘરેલું દુર્વ્યવહારનો ભોગ બન્યા છો, તો એવી નીશાનીઓ છે કે જેની ઉપર તમે નજર રાખી શકો છો જેમ કે:

  • કોઇ બાબતમાં રસ ન હોવો, અથવા તમારા પરિવાર અને મિત્રોથી અલગ થવું
  • તમારા પર ઉઝરડા, દાઝવા અથવા કરડવાના નિશાન છે
  • તમારા પૈસાને નિયંત્રિત રાખવા, અથવા ખોરાક, દવા અથવા બિલ ચૂકવવા માટે પૂરતા આપવામાં આવતા નથી
  • તમારા ઘરની બહાર નીકળવાની મંજૂરી ન આપવી, અથવા કોલેજ અથવા કામ પર જવાનું બંધ કરવું
  • તમારા ઇન્ટરનેટ અથવા સોશિયલ મીડિયાના ઉપયોગનું નિરીક્ષણ કરવું, અથવા અન્ય કોઇ તમારા લખાણ, ઇમેઇલ અથવા પત્રો વાંચે
  • વારંવાર નીચું વર્તન કરવું, નીચા પાડવા અથવા તમને તમે નકામા છે તેમ કહેવામાં આવે છે
  • સેક્સ અથવા જાતીય સંપર્ક કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે
  • એવું કહેવામાં આવે છે કે દુર્વ્યવહાર એ તમારી ભૂલ છે, અથવા તમે વાતમાં કંઈ નથી ને વાતને વધારો છો જુઓ

વધુ ચિહ્નો માટે ધ્યાન રાખવું .

મદદ અને ટેકો મેળવો

ઘરેલું દુર્વયવહારના તમામ સ્વરૂપો કોઈ પણ પરિસ્થિતિમાં સ્વીકાર્ય નથી.

જો તમે ઘરેલું દુર્વ્યવહારનો અનુભવ કરી રહ્યા છો અને જીવનસાથી, ભૂતપૂર્વ ભાગીદાર અથવા પરિવારના સભ્યથી ડરતા હો અથવા નિયંત્રિણ અનુભવો છો, તો એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે તે તમારી ભૂલ નથી અને મદદ માંગવામાં કોઈ શરમ નથી. તે લેવું મુશ્કેલ પગલું લાગે છે, પરંતુ ત્યાં ટેકો ઉપલબ્ધ છે અને તમે એકલા નથી #YouAreNotAlone.

પીડિતો અને તેમના સંબંધિત પરિવારના સભ્યો અથવા મિત્રોને, દિવસમાં 24 કલાક મફત, ખાનગી ટેકો અને સલાહ ઉપલબ્ધ છે.

રાષ્ટ્ર હેલ્પલાઇન સંપર્ક
ઈંગ્લેન્ડ રેફ્યુજીઝ નેશનલ ડોમેસ્ટીક એબ્યુઝ હેલ્પલાઇન(રેફ્યુજીઓ માટેની રાષ્ટ્રિય ઘરેલું દુર્વ્યવહારને લગતી સહાય લાઇન) 0808 2000 247
ઓનલાઇન લાઇવ ચેટ
વેબ ફોર્મ
નોર્ધર્ન આયરલેન્ડ ડોમેસ્ટીક એન્ડ સેક્ચ્યુઅલ એબ્યુઝ હેલ્પલાઇન 0808 802 1414
ઓનલાઇન લાઇવ ચેટ
[email protected]
સ્કોટલેન્ડ ડોમેસ્ટીક એબ્યુઝ એન્ડ ફોર્સ્ડ મેરેજ હેલ્પલાઇન 0800 027 1234
ઓનલાઇન લાઇવ ચેટ
[email protected]
વેલ્સ લીવ ફીયર ફ્રી (ડર વગર જીવો) 0808 80 10 800
ઓનલાઇન લાઇવ ચેટટેક્સ્ટ

[email protected]
યુકે-વ્યાપક પુરુષોની સલાહ લાઇન રિસ્પેક્ટ દ્વારા ચલાવવામાં આવે છે તે ખાસ કરીને પુરુષ પીડિતો માટે એક ખાનગી હેલ્પલાઇન છે. 0808 801 0327
[email protected]

બ્રાઇટ સ્કાય એપ્લિકેશન

બ્રાઇટ સ્કાય ઘરેલું દુર્વ્યવહારનો અનુભવ કરનાર અથવા બીજા કોઈની ચિંતા કરનાર માટે મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટ છે.

એપ્લિકેશન સ્ટોર્સમાંથી મફતમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. જો તમારા માટે આવું કરવું સલામત હોય અને જો તમને ખાતરી હોય કે તમારા ફોન પર નજર રાખવામાં આવી રહી નથી તો જ એપ્લિકેશન ડાઉનલોડ કરો.

વિમેન્સ એઇડ લોકલ સપોર્ટ સર્વિસીસ ડિરેક્ટરી

વિમેન્સ એઇડમાં એક યુકેમાં ઘરેલું દુરુપયોગ સહાયક સેવાઓની ડિરેક્ટરી છે.

જો તમે ઘરેલું દુર્વ્યવહારનો અનુભવ કરી રહ્યા છો અથવા મિત્રો અથવા પરિવાર વિશે ચિંતિત છો, તો તમે એક્સેસ કરી શકો છો વિમેન્સ એઇડ લાઇવ ચેટ સેવા અઠવાડિયામાં 7 દિવસ, સવારે 10 થી સાંજે 6.

[email protected]

વિક્ટીમ સપોર્ટ

વિક્ટીમ સપોર્ટ કોઈ પણ દુર્વ્યવહાર અથવા ગુનામાંથી બચી ગયેલા પીડિતો અને બચી ગયેલા લોકો માટે આ સેવાઓ ચલાવે છે, પછી ભલે તે ક્યારે બન્યું હોય અથવા ગુનાની જાણ પોલીસને કરવામાં આવી હોય કે નહીં:

આસ્ક ફૉર ANIનો કોડવર્ડ

જો તમે ઘરેલુ હિંસાનો અનુભવ કરી રહ્યા હો અને તાત્કાલિકપણે મદદની જરૂર હોય તો સહભાગી ફાર્મસી અને જૉબસેન્ટરોમાં (ઉત્તર આયર્લૅન્ડમાં જૉબ્ઝ અને બેનિફિટ્સ અંગેની ઑફિસો) ANI (Action Needed Immediately (તાત્કાલિક કરવી જરૂરી કાર્યવાહી)) માટે વિનંતી કરો.

જ્યારે તમે ANI માટે વિનંતી કરો ત્યારે તમને સેફ સ્પેસનો પ્રસ્તાવ આપવામાં આવશે, ફોન આપવામાં આવશે અને તમને પોલીસ અથવા અન્ય ઘરેલુ હિંસા માટેની સહાયતા સેવાઓની મદદની જરૂર છે કે કેમ તે પૂછવામાં આવશે.

તમારા સૌથી નજીકના સહભાગી પ્રદાતા શોધવા માટે Enoughની વેબસાઇટ પર આસ્ક ફૉર Ani પેજ પર પોસ્ટકોડ ચેકરનો ઉપયોગ કરીને સર્ચ કરો.

સહભાગી ફાર્મસીઓ અને જૉબસેન્ટરોમાં (ઉત્તર આયર્લૅન્ડમાં જૉબ્ઝ અને બેનિફિટ્સ અંગેની ઑફિસો) વપરાતો આસ્ક ફૉર ANI લોગો.

સહભાગી ફાર્મસીઓ અને જૉબસેન્ટરોમાં (ઉત્તર આયર્લૅન્ડમાં જૉબ્ઝ અને બેનિફિટ્સ અંગેની ઑફિસો) વપરાતો આસ્ક ફૉર ANI લોગો.

સેફ સ્પેસીઝ

આસ્ક ફૉર ANI એ એવા સુરક્ષિત અને ગોપનીય ખંડ ધરાવતી સેફ સ્પેસીઝ સાથેની ભાગીદારીમાં આપવામાં આવતી સેવા છે, જ્યાં પીડિત વ્યક્તિઓ વિચાર કરવા માટે સમય લઈ શકે છે, વિશિષ્ટ સહાયતા સેવાઓ પર માહિતી ઍક્સેસ કરી શકે છે અથવા મિત્રો કે કુટુંબીજનોને કૉલ કરી શકે છે.

સેફ સ્પેસીઝ Boots, Morrisons, Superdrug અને Well ફાર્મસીઝ, TSB બેન્કો અને સમગ્ર UKમાં સ્વતંત્ર ફાર્મસીઓમાં પણ ઉપલબ્ધ છે.

તમારી સૌથી નજીકની સેફ સ્પેસ શોધો.

કોઈનો દુર્વ્યવહારભર્યો ભૂતકાળ છે કે કેમ તે ચકાસો

જો તમને ચિંતા હોય કે નવા, ભૂતપૂર્વ અથવા હાલના જીવનસાથીનો દુર્વ્યવહારભર્યો ભૂતકાળ છે તો તમે પોલીસને ઘરેલું હિંસા ડિસ્ક્લોઝર સ્કીમ (જેને ‘ક્લેર્સ લો’ તરીકે પણ ઓળખવામાં આવે છે) હેઠળ તપાસ કરવા કહી શકો છો. આ તમારો ‘પૂછવાનો અધિકાર’ છે. જો રેકોર્ડ બતાવે કે તમને ઘરેલું દુર્વ્યવહારનું જોખમ હોઈ શકે છે, તો પોલીસ માહિતી જાહેર કરવા પર વિચાર કરશે. જો તે કાનૂની, પ્રમાણસર અને તે કરવું જરૂરી હોય તો ખુલાસો કરી શકાય છે.

જો તમે કોઈ મિત્ર અથવા પરિવારના સભ્ય વિશે ચિંતિત છો, તો તમે કોઈ ને ઓળખો છો તેના વતી ખુલાસા માટે અરજી કરી શકો છો.

તમે પોલીસ સ્ટેશન અથવા અન્ય જગ્યાએ, ટેલિફોન દ્વારા, ઇમેઇલ દ્વારા, ઓનલાઇન અથવા પોલીસ તપાસના ભાગરૂપે કોઈ વ્યક્તિના અગાઉના હિંસક અપરાધો વિશે માહિતી માટે પોલીસને વિનંતી કરી શકો છો. સહાયક એજન્સીઓ અને સેવાઓ પણ તમને આ વિશે પોલીસને પૂછવામાં મદદ કરી શકે છે.

તમારી અથવા તમારા બાળકની સુરક્ષા માટે કોર્ટનો આદેશ મેળવો

જો તમે ઘરેલું દુર્વ્યવહારનો ભોગ બન્યા હોવ તો તમે તમારી જાતને અથવા તમારા બાળકને બચાવવા માટે કોર્ટના આદેશ અથવા મનાઈહુકમ માટે અરજી કરી શકો છો:

  • તમારો વર્તમાન અથવા અગાઉનો ભાગીદાર
  • કુટુંબના એક સભ્ય
  • તમે હાલમાં અથવા અગાઉ જેની સાથે રહેતા હતા

આને છેડતી ન કરવાનો અથવા ઘરમાં રહેવાનો આદેશ કહેવામાં આવે છે.

તમે ઓનલાઇન, ઇમેઇલ દ્વારા અથવા પોસ્ટ દ્વારા અરજી કરી શકો છો.

જો તમે ઘરેલું દુર્વ્યવહારનો ભોગ બન્યા હોવ તો કોર્ટનો આદેશ મેળવો.

તમે જેને જાણો છો તેને ટેકો આપો

જો તમને ચિંતા હોય કે કોઈ મિત્ર, પડોશી અથવા પ્રિયજન ઘરેલું દુર્વ્યવહારનો ભોગ બને છે, તો તમે નેશનલ ડોમેસ્ટિક એબ્યુઝ હેલ્પલાઇનને મફત અને ખાનગી સલાહ માટે કોલ કરી શકો છો, 0808 2000 247 ના રોજ 24 કલાક.

અથવા તમે આ પૃષ્ઠ પર સૂચિબદ્ધ અન્ય સહાયક સેવાઓનો સંપર્ક કરી શકો છો.

તમે જાણો છો તેના માટે મદદ માંગવી પડકારજનક હોઈ શકે છે પરંતુ તમે એકલાં નથી #YouAreNotalone. ઘરેલું શોષણ સલાહકારો તમને સુરક્ષિત રહેવા અને જાણકાર પસંદગીઓ કરવામાં મદદ કરવા માટે ઉપલબ્ધ વિકલ્પો પર ગોપનીય, બિન-ન્યાયાધીશ માહિતી અને સલાહ આપશે.

જો તમે માનો છો કે કોઈને નુકસાન થવાનું તાત્કાલિક જોખમ છે, અથવા તે કટોકટી છે, તો તમારે હંમેશાં 999 પર કોલ કરવો જોઈએ.

જો કોઈ તમારામાં વિશ્વાસ કરે છે, તો ત્યાં જે મિત્ર સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તેને કેવી રીતે ટેકો આપવો તે અંગે વધુ માહિતી છે..

જો તમે નોકરીદાતા છો

તમારા કર્મચારીઓને જણાવો કે જો તેઓ ઘરેલું દુર્વ્યવહારનો સામનો કરી રહ્યા છે તો તમે તેમને મદદ મેળવવા માટે મદદ કરવા માંગો છો. તમે જાણો છો કે કર્મચારીઓ દુર્વ્યવહારનો સામનો કરી રહ્યા છે, અથવા તેઓ સાથે દુર્વ્યવહાર થવાનો ડર છે તો તેઓ સાથે નિયમિત સંપર્કમાં રહો, અને જો તમે તેમની સાથે સંપર્ક ગુમાવો છો, તો તેમની મુલાકાત લેવા માટે ઝડપી કાર્યવાહી કરો. જો તમે માનો છો કે કોઈને નુકસાન થવાનું તાત્કાલિક જોખમ છે, અથવા તે કટોકટી છે, તો હંમેશાં 999 પર કોલ કરો.

કર્મચારીઓને અન્ય લોકોની શોધ કરવા પ્રોત્સાહિત કરો જેઓ ઘરેલું દુર્વ્યવહારનો સામનો કરી રહ્યા છે અને તેમને ટેકો આપવા માટે સાઇનપોસ્ટ કરે છે. તમારો સ્ટાફ પણ આ સમયે તેમના પોતાના દુર્વ્યવહારભર્યા વર્તન વિશે ચિંતિત હોઈ શકે છે. ઘરેલું દુર્વ્યવાહ માટે કોઈ બહાનું નથી, પછી ભલે તમે ગમે તે તણાવહેઠળ હો અને ટેકો ઉપલબ્ધ હોય.

હેસ્ટિયાની રીસ્પોન્સ ટુ એબ્યુઝ એડવાઇસ લાઇન નોકરીદાતાઓ માટે મફત સંસાધન છે. નોકરીદાતાઓ સોમવારથી શુક્રવાર, સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી 020 3879 3695 પર કોલ કરી શકે છે અથવા ઇમેઇલ કરી શકે છે [email protected] ઘરેલું દુર્વ્યવહાર વિશે ટેકો, માર્ગદર્શન અથવા માહિતી અને ઘરેલું દુર્વ્યવહારનો અનુભવ કરી રહ્યા હોય તેવા કર્મચારીઓ અને સાથીદારોને કેવી રીતે ટેકો આપવો.

ઘરેલું દુર્વ્યવહાર પર નોકરીદાતાઓની પહેલ વેબસાઇટ એમ્પ્લોયર્સને ટેકો આપવા માટે સંસાધનો પ્રદાન કરે છે જેમાં એક નોકરીદાતાઓની ટૂલકિટ સામેલ છે.

જો તમે ઘરેલું દુર્વ્યવહારના ક્ષેત્રમાં કામ કરતા વ્યાવસાયિક છો

સેફ લાઇવ્સ વ્યાવસાયિકો અને ઘરેલું દુર્વ્યવહારના ક્ષેત્રમાં કામ કરતા લોકોને માર્ગદર્શન અને ટેકો પૂરો પાડે છે, તેમજ જોખમમાં રહેલા લોકો માટે વધારાની સલાહ પણ પૂરી પાડે છે.

વધારાની માહિતી અને ટેકો શોધો

જો તમે તમારી પૃષ્ઠભૂમિ અને જરૂરીયાતોને પહોંચી વળવા માટે ખાસ મદદ નો ઉપયોગ કરવા માંગો છો અને અથવા ચોક્કસ પ્રકારના દુર્વ્યવહાર માટે ટેકો અને મદદ ઇચ્છો છો તો ઘણી સંસ્થાઓ છે જે મદદ કરી શકે છે – જુઓ ઘરેલું દુર્વ્યવહાર: મદદના નિષ્ણાત સ્ત્રોતો.

તમે અહીં નીચેના વિષયો પર વધારાની માહિતી અને ટેકો પણ શોધી શકો છો:

  • બાળકો અને યુવાનો માટે મદદ
  • કલ્યાણલાભો (વેલ્ફેર બેનિફિટ્સ) અને આવાસ સલાહ
  • જો તમારી પાસે યુકેમાં સ્થાપિત થયા હોવાનો હોદ્દો ન હોય તો મદદ
  • દુર્વ્યવહારના વિશિષ્ટ પ્રકારો માટે ટેકો

જો તમને લાગે છે કે તમે દુર્વ્યવહાર કરનાર હોઈ શકો છો તો મદદ મેળવો

જો તમે તમારા વર્તન અથવા તમે જાણો છો તેની વર્તણૂક વિશે ચિંતિત છો, તો ટેકો ઉપલબ્ધ છે.

રીસ્પેક્ટ ફોનલાઇન જે પુરુષો અને મહિલાઓ તેમના ભાગીદારો અને પરિવારો સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે તેમના માટે એક અનામી અને ગોપનીય હેલ્પલાઇન છે. તે સોમવારથી શુક્રવાર સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી છે. હેલ્પલાઇન ભાગીદારો અથવા ભૂતપૂર્વ ભાગીદારો, મિત્રો અને સંબંધીઓના કોલ પણ લે છે જેઓ ગુનેગારો વિશે ચિંતિત છે.

વેબચેટ સેવા બુધવારે, ગુરુવાર અને શુક્રવાર સવારે 10 થી સવારે 11 વાગ્યા સુધી અને બપોરે 3 થી સાંજે 4 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.

ટેલિફોન: 0808 802 4040

જ્યારે તમે બોલી શકતા નથી ત્યારે પોલીસને કેવી રીતે બોલાવવી

જો તમે જોખમમાં છો અને ફોન પર વાત કરવામાં અસમર્થ છો, તો 999 પર કોલ કરો અને ઓપરેટરના પ્રશ્નો સાંભળો અને જો તમે કરી શકો તો હેન્ડસેટ પર ઉધરસ અથવા ટેપ કરીને જવાબ આપો.

મોબાઇલમાંથી 999 પર કોલ કરો

જો કહેવામાં આવે તો, 55 ને દબાવો તમારી જાતને સંભળાવો અને આ તમારો કોલ પોલીસને ટ્રાન્સફર કરશે. 55 દબાવવાથી ફક્ત મોબાઇલ પર કામ થાય છે અને પોલીસને તમારા સ્થાનને ટ્રેક કરવાની મંજૂરી આપતી નથી.

લેન્ડલાઇનમાંથી 999 પર કોલ કરો

જો ઓપરેટર ફક્ત પૃષ્ઠભૂમિનો અવાજ સાંભળી શકે છે અને ઇમરજન્સી સેવાની જરૂર છે કે નહીં તે નક્કી કરી શકતો નથી, તો તમે પોલીસ કોલ હેન્ડલર સાથે જોડાયેલા હશો.

જો તમે હેન્ડસેટને મુકી દો છો, તો જો તમે ફરીથી ઉપાડશો તો લેન્ડલાઇન 45 સેકન્ડ સુધી કનેક્ટેડ રહી શકે છે.

જ્યારે લેન્ડલાઇનમાંથી 999 કોલ કરવામાં આવે છે, ત્યારે તમારા સ્થાન વિશેની માહિતી કોલ હેન્ડલર્સને આપોઆપ ઉપલબ્ધ હોવી જોઈએ જેથી પ્રતિસાદ આપવામાં મદદ મળી શકે.

જો તમે બહેરા હોવ અથવા ફોનનો ઉપયોગ કરી શકતા નથી

તમે તેની સાથે નોંધણી કરાવી શકો છો ઇમરજન્સી SMS. 999 ઉપર REGISTER ટેક્સ કરો તમને એક લખાણ મળશે જે તમને કહે છે કે આગળ શું કરવું. જ્યારે તે સલામત હોય ત્યારે આ કરો જેથી જ્યારે તમે જોખમમાં હો ત્યારે તમે મેસેજ કરી શકો.

Updates to this page

પ્રકાશિત થયો 5 October 2018
છેલ્લો અપડેટ 13 December 2024 + show all updates
  1. Added information about Domestic Abuse Protection Orders.

  2. Information about 'Live Fear Free' service in Wales updated.

  3. From 4 November 2024, the Ask for ANI scheme will no longer be available in pharmacies. The guidance has been updated to remove references to the Ask for ANI scheme.

  4. Updated the information under the headings Ask for Ani and Safe Spaces in the translated versions.

  5. Updates made to 'Ask for ANI codeword' and 'Safe Spaces' sections.

  6. Added a link to an easy read version of the guidance.

  7. Added translations of the page in Arabic, Bangla, Chinese, French, Gujarati, Hindi, Italian, Persian, Polish, Punjabi, Romanian, Somali, Spanish, Tamil, Urdu and Welsh.

  8. Added information about support available from Women's Aid and Victim Support, as well as a link to a video in British Sign Language about how to get help.

  9. Guidance restructured and reordered to improve layout. Some information moved to a new page about sources of support for specific situations.

  10. Updated with Men's Advice Helpline details.

  11. Added a new section on the Ask for ANI codeword scheme. New information on Safe Spaces and Hestia's Everyone's Business Advice Line.

  12. Added link to easy read version.

  13. Added more information about help for children and young people.

  14. Welsh translation added.

  15. Added more specific information about how to get help during the coronavirus (COVID-19) outbreak.

  16. Information about additional support organisations added to the page.

  17. Support contact points added for people who are deaf or hard of hearing, or who cannot communicate verbally.

  18. Updates to the list of support services available.

  19. Added a link to the factsheet 'Coronavirus (COVID-19): support for victims of domestic abuse'.

  20. First published.

Print this page